શ્રી રામ આશરા અન્નક્ષેત્ર ઢીમા

શ્રી રામઆશરા અન્નક્ષેત્ર

                        સર્વે દાનોમાં અન્નદાન એ મહાદાન છે. ગીતાજીમાં કહ્યું  છે કે અન્નાદભવન્તિ ભૂતાનિ. એટલે કે અન્નથી પ્રાણીમાત્રનું પોષણ થાય છે. કોઈ પણ મનુષ્ય માત્ર જમ્યા વિના ભૂખ્યું ન રહે એટલે તેના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા એટલે અન્નક્ષેત્ર. જેની સ્થાપના પાછળ માનવ સેવાની પ્રબળ ભાવના હોય છે અથવા તેની સાથે કઈક ભૂતકાળની નાની મોટી ઘટનાનો ઈતિહાસ પણ હોય છે.

                              એક સો વરસ પહેલાની પરિસ્થિતિ કાઈક જુદી જ હતી. બે ત્રણ ગાઉ સુધી ક્યાંક પાણી જ ના મળતું. તો પછી રસ્તામાં બીજી સગવડો ક્યાંથી હોય. લોકો ચાલતા યાત્રા કરતા અથવા બળદગાડું કે ઊંટ ઘોડાનો વાહન તરીકે ઉપયોગ કરતા યાત્રાળુઓ પાણી વગેરે પોતાનું જરૂરી સમાન સાથે રાખતા અથવા તકલીફ સહન કરતા. રાજસ્થાન બાલોતારાથી શ્રી કલ્યાણદાસજી મહારાજ, શ્રી ધરણીધરજી ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા હતા. ત્યાં રસ્તામાં તરસ્યા લોકોને જોયા અને મહારાજનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને તે સમયે પાણીની પરબ અને રામરોટી ચાલુ કરી બેસી ગયા.લ જે જગ્યાએ સંતે રામરોટી ચાલુ કરી તે સ્થળનું નામ રાખ્યું "શ્રી રામઆશરા" જેની ઉપરથી કહેવત પડી કે..............

રામઆશરા રામકા ધરણીધર કા ધામ

દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ.

                                     આમ શ્રી કલ્યાણદાસજી મહારાજે સવંત ૧૯૬૨માં શ્રી રામ આશરા અન્નક્ષેત્રની સ્થાપના કરી. આ અન્નક્ષેત્રની શાખા ઢીમા ખાતે શ્રી પ્રભુદાસજીની ધર્મશાળા, શ્રી તુલસીદાસજી ના શિષ્ય શાસ્ત્રી શ્રી પ્રભાકરદાસ ઉર્ફે પુનમદાસજી મહારાજના પ્રયાસોથી સારી રીતે ચાલી રહી છે. ઢીમા ખાતે આવનાર તમામ યાત્રાળુઓ હોશે હોશે તેનો લાભ લઇ રહ્યા છે.